PM મોદીને મળ્યાં બાદ કુંવરજીએ લોકસભા ચૂંટણી લડવાંનો કેમ કર્યો ઇન્કાર, જાણો

Share On
  • 1.2K
  •  
  •  
  •  
  •  
    1.2K
    Shares

જસદણમાંથી જીતી ગયેલ કુંવરજી બાવળીયા દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આવ્યા બાદ હવે લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેઓએ પોતાની શપથવિધિમાં જ સ્પષ્ટ કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણી લડશે નહિ.

જો એક આની પાછળ એવું ગણિત છે કે હવે કુંવરજીને મંત્રી બનાવી દીધા બાદ ભાજપે રાજકોટ બેઠક પર થનાર ઉમેદવાર પસંદગીમાં બાજી મારી લીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ બેઠકમાં ભવિષ્યમાં કુંવરજી દાવેદાર બને નહીં અને કોઈ મૂળ ભાજપીને ટિકિટ અપાય તો ભાજપમાં આંતરિક નારાજગી ખાળી શકાય તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય એક શક્યતા મુજબ કુંવરજીને મંત્રીપદ આપવાની સાથે સાથે તેઓ લોકસભા બેઠક નહિ માંગવાનો સોદો કરાયો હોવાની ચર્ચા છે. તેઓએ ધારાસભ્ય પદના શપથ લીધા બાદ કુંવરજી બાવળીયાએ રાજકોટ કે અન્ય બેઠક પરથી તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવાના નથી તેમ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપની જીત જ તેમનું મુખ્ય લક્ષ્ય હશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપના વિજય માટે તેઓ મહેનત કરશે.

પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા જસદણ બેઠક પરથી અગાઉ પાંચવાર ચૂંટણી જીતી ચૂકેલા છે. 1995, 1998, 2002, 2007, 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બાવળીયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતાં અને જીત્યાં હતાં.

જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જસદણ બેઠકમાં તેમના રાજીનામાથી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળીયાએ ૧૯૯૮૫ મતોથી વિજય મેળવી કોંગ્રેસને ભારે ઝટકો આપ્યો હતો.

 

આ પણ વાંચો

જો ૨૦૧૯ માં ભાજપ જીતે તો નરેન્દ્ર મોદી નહીં પણ આ વ્યક્તિ બની શકે વડાપ્રધાન

PM મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવાની અટકળો અંગે હાર્દિકે શું નિવેદન આપ્યું, જાણો

મોદી બાદ હવે શાહને પ્રમુખ તરીકે હટાવવાની માંગ, કોણ આ ગુજ્જુઓને કાઢવા માંગે છે