
ભાજપનાં કાર્યકરોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, કલોલમાં લાગ્યા પોસ્ટર
કલોલ નગરપાલિકાની ચૂંટણી ધીમે ધીમે રંગ પકડતી જાય છે. મતદારો તમામ રાજકીય પક્ષોને આવકાર આપીને તેમનું મન કળાવા નથી દઈ રહ્યા. બીજી તરફ રાજકીય પક્ષોબને જાકારાનો પણ સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલની અમુક સોસાયટીઓમાં ભાજપ માટે પ્રચાર અને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.
કલોલના રેલવે પૂર્વ વિભાગમાં આવેલ આનંદવિહાર તેમજ આજુબાજુની સોસાયટીઓના ગેટ પર મોટા પોસ્ટર મારીને જણાવવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકરોએ ચૂંટણી સમયે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, ગુજરાત સરકારે બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાનો દરજ્જો ના આપેલ હોવાથી તેના વિરોધમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
જો રેલવે પૂર્વની તમામ સોસાયટીઓમાં આ રીતના પોસ્ટર લાગશે તો ભાજપને જીતવું ભારે પડી શકે છે તેમ રહીશો જણાવી રહ્યા છે. આ અગાઉ સુભાષપાર્ક સોસાયટીના રહીશોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું બેનર લગાવ્યું હતું. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી સોસાયટીમાં રોડ રસ્તા તેમ ગટરના પાણીની સમસ્યા છે.
ભાજપનાં ઉમેદવારોની યાદી
કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી