કલોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ,ચૂંટણી પ્રચાર તેજ

Share Thisકલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ચૂંટણી પ્રચાર શરુ થઇ ગયો છે. રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો જોરશોરથી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

કલોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે પણ કમર કસી લીધી છે. કલોલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કલોલના નવજીવન મિલ કંપાઉન્ડમાં જાહેર સભા સંબોધી હતી. મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપે સ્ટાર પ્રચારક તરીકે એક સમયના અભિનેત્રી અને વર્તમાન કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે.બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરુ કરી દેવાયો છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ કલોલક નગરપાલિકા અને તાલયુક પંચાયતની બેઠકો પર ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે બેઠકો યોજીને કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોના સંક્રમણને કારણે બેકારીની સૌથી મોટી સમસ્યાની સાથે પેટ્રોલ અને ડીઝલના બેકાબૂ ભાવ અને ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂતોને સહાનુભૂતિ જેવા મુદ્દાઓ ભાજપ માટે કપરા બની રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે આ ત્રણ અસરકારક એવા મુદ્દા છે, જેને કારણે ભાજપને બેકફૂટ પર રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.કલોલ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર,વાંચો લિસ્ટ

કલોલ પોલીસે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાં દારૂ પકડ્યો

કલોલ નગરપાલિકાનાં ભાજપનાં ઉમેદવારો જાહેર,વાંચો કોણ કપાયું

કલોલમાં ચૂંટણીઓ આવે છે પણ રોડ,ટ્રાફિકજામ,ગંદકીની સમસ્યા યથાવતShare This
Previous Article
Next Article

One Reply to “કલોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ,ચૂંટણી પ્રચાર તેજ”

Comments are closed.