કલોલમાં 118 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે

Share Thisકલોલ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગઈકાલે ઉમેદવારી પત્ર પાર્ટ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કલોલ નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 201 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી 76 ફોર્મ રદ થયા હતા જ્યારે 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા હવે કુલ 118 ઉમેદવારો મેદાનમાં છે.આ ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે મોટેભાગે નવા ઉમેદવારો મુક્ત મુકાબલો રોચક બનવાના એંધાણ છે. કલોલમાં ગઈકાલે ભાજપના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી. બીજી તરફ કોંગ્રેસ પણ તમામ વોર્ડમાં સભા યોજીને ચૂંટણી પ્રચાર કરી રહી છે.

બીજી તરફ કલોલ તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 109 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જોકે 51 ફોર્મ રદ થતા તેમજ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 57 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. તાલુકા પંચાયત માટે બોરીસણા-2 બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું.


ગુજરાતમાં રહેવા માટે કલોલ સૌથી બેસ્ટ શહેર, જાણો કેમ
કલોલમાં ચૂંટણીઓ આવે છે પણ રોડ,ટ્રાફિકજામ,ગંદકીની સમસ્યા યથાવતShare This
Previous Article
Next Article