તું ફરિયાદ પરત ખેંચ નહીં તો તારી બહેનના ધંધા આખું ગામ જોશે, બનેવીએ સાળીને ધમકી આપી પરંતુ…!!!

Share On
  •  
  •  
  •  
  •  
  •  

ચાંદલોડિયાની ગુરુમંદિર સોસાયટીમાં રહેતી સાળીના ઘરે જઈને બનેવીએ રવિવારે સવારે ધમકી આપી કે, ‘તું ફરિયાદ પરત ખેંચ નહીં તો હું અહીયા જ મરી જઈશ’, જો કે, સાળી ટસની મસ ના થતાં બનેવી જાનથી મારવાની ધમકી આપી જતો રહ્યો હતો. સોલા પોલીસે આ અંગે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સોલા વિસ્તારમાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે બનેવી ભડકીને સાળીના ઘરે પહોંચ્યો હતો અને તેને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
ચાંદલોડયાની ગુરુમંદિર સોસાયટીમાં રહેતી મમતાબહેન રવીભાઈ સુથાર (ઉં.27)એ તેના બનેવી છોટુભાઈ સુથાર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં જાનથી મારવાની ધમકી આપવા અંગે ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ અગાઉ મમતાબહેનએ તેમના બનેવી છોટુભાઈ વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ઘરે આવી ધમાલ કરવા અંગે ફરિયાદ આપી હતી.

આ ફરિયાદને અનુસંધાને રવિવારે સવારે મમતાબહેન ઘરે એકલા હતા તે સમયે તેનો બનેવી છોટુ સુથાર આવ્યો હતો. છોટુએ ધમકી આપી કે, તું મારી સામેની ફરિયાદ પરત ખેંચી લે, નહી તો હું અહીયા જ મરી જઈશ. જોકે, મમતાબહેનએ કોઈ જવાબ આપ્યો ન હતો.

આખરે છોટુએ જતા જતાં હવે મારી વિરુદ્ધ ફરિયાદ કરી તો તને અને તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી મમતાબહેનને આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ ડોક્ટર યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા અને આ યુવકનું અન્ય સ્ત્રી સાથે લફડું સામે આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ગઇકાલે સવારે ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે.