દેશમાં કોરોનાનાં કેસ 250ને પર, સમગ્ર વિશ્વમાં ભય વ્યાપ્યો

કોરોના વાયરસનાં ચેપથી ઇટાલીમાં સ્થિતિ કફોડી થઇ છે અને આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, નવા આંકડા મુજબ કોરોના વાયરસનાં  કારણે ચીનથી પણ વધું મોત નોંધાયા છે.

એક અહેલાલ મુંજબ છેલ્લા 24 કલાકમાં 427 લોકોનાં મોત થઇ ચુક્યા છે,ત્યાર બાદ વાયરસનાં કારણે ઇટાલીમાં મૃતકોનોં આ કુલ આંક 3405 સુંધી પહોંચી ગયો છે, જ્યારે ચીનમાં ચેપનાં કારણે કુલ 3,245 લોકોનાં મોત થયા છે.

અત્યાર સુધી ગુજરાતમાં કોરોના પોઝીટીવનો એકેય કેસ નોંધાયો ન હતો.પણ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં સાત પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં બે એમ કુલ મળીને કોરોના વાયરસના વધુ પાંચ પોઝીટીવ કેસો નોંધાયા છે જેના પગલે લોકોમાં દહેશતનો માહોલ વ્યાપો છે.

દેશના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસના ચેપના 50 નવા કેસો આવ્યા બાદ શુક્રવારે સાંજે કેસની કુલ સંખ્યા 250 પર પહોંચી ગઈ છે. શનિવાર સવાર સુધીમાં આ સંખ્યા વધીને 256 થઈ ગઈ છે. જ્યારે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવતા 6,700 થી વધુ લોકોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

એસ.ટી.નિગમ દ્વારા આગામી તા.૨૨ માર્ચને રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી તેની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાનના ‘જનતા કરફ્યુ’ ના આહ્વાહનને લઇને જનહિતાર્થે લોકોને એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થતા રોકી કોરોના વાયરસ ફેલાવતી ચેન તૂટે તે આશયથી તે દિવસે તમામ ૮,૦૦૦ એસ.ટી.બસોનું સંચાલન બંધ રાખવામાં આવનાર છે.