OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા મૂકનાર સામે પોલીસ ફરિયાદ

ગુજરાત : સ્ટેચ્યુ ઓફ યુનિટીને OLX પર વેચવા મૂકાતા હડકંપ મચી ગયો છે. અજાણ્યા ઇસમે સરકારની મિલકત સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વેચાણ કરવા પોતે અધિકૃત ન હોવા છતા સરકારને બદનામ કરવાનાં અને લોકોને ગેરમાર્ગે દોરવાનાં હેતુસર આ પ્રકારની જાહેરાત OLX વેબસાઇટ/પોર્ટલ પર મુકેલ હતી.

સરદાર સાહેબ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામનાં પ્રખર લડવૈયા અને અખંડ ભારતનાં શિલ્પી જેવા મહાન વ્યક્તિને સાચી શ્રધ્ધાંજલી આપવા અને આવનારી પેઢી સરદાર સાહેબનાં કાર્યોને જાણે તે માટે જ સરકારે પ્રતિમાનું નિર્માણ અત્રે કરેલ છે. ભારતની એકતાનાં પ્રતિક સમાન સરદાર સાહેબની સાથે કરોડો ભારતીયોની લાગની જોડાયેલી છે આવા હિન કૃત્યથી ભારતીયોની લાગણીને ઠેશ પહોંચી છે. સમગ્ર બાબતે મુખ્ય વહીવટદારનાં આદેશથી મામલતદારપાર્થ જયસ્વાલે કેવડીયા પોલીસ સ્ટેશને યોગ્ય ધારાધોરણ મુજબ પોલીસ ફરીયાદ આપેલ હતી.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર નિલેશકુમાર દુબે તરફથી એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં એકતાનાં પ્રતિક સમાન સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં છે,અને સરદાર સાહેબનાં કાર્યોને આવનારી પેઢી જાણી શકે તે માટેનાં શુભ આશયથી આ પ્રતિમાનું નિર્માણ થયેલ છે ત્યારે આ પ્રકારની વાહીયાત કરતુતથી ભારત દેશની જનતાની લાગણીને ઠેશ પહોચાડવાનો એક બદઇરાદાપુર્વકનો પ્રયાસ છે,તેમજ OLX જેવી જાણીતી વેબસાઇટ દ્રારા પણ આ અંગેની ખરાઇ કે ચકાસણી કર્યા વિના જ આ પોસ્ટને એપૃવલ આપવામાં આવે તે ઘણી જ દુ:ખની બાબત છે.