કલોલ રેલવે પૂર્વમાં વધુ એક પોઝિટિવ દર્દી, કુલ 2 કેસ નોંધાયા

કલોલ :  સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે ત્યારે કલોલ પણ તેમાંથી બાકાત નથી. ગઈકાલે કલોલનાં પૂર્વ વિસ્તારમાંથી એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો જયારે આજે વધુ એક કોરોના પોઝિટિKaવ કેસ નોંધાયો છે. કલોલ માટે આ વધુ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ નિર્ણયનગરમાં રહેલ 38 વર્ષીય યુવતી ન્યુટ્રીશીયન આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. જેનો કોરોના પોઝિટિવ આવતા આજે જિલ્લાનો આંકડો 50 ઉપર પહોંચી ગયો છે.  

બીજી તરફ ગઈકાલે પૂર્વ વિસ્તારમાં આવેલી ગણેશકુંજ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષિય હીરાબેન કાંતિભાઇ પરમારને રર એપ્રિલના રોજ મોતીયાના ઓપરેશન માટે ગાંધીનગર લઇ જવાયા હતાં. ત્યારે બીજા દિવસે તેમને ઝાડા ઉલ્ટી થઇ જતા તેમને કલોલની હોસ્પિટલો તેમજ ગાંધીનગર લઇ જવાયા હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વૃધ્ધાને કેન્સર હોવાનું પણ નિદાન થયું હતું. ત્યારબાદ વૃધ્ધાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે આવેલા રીપોર્ટમાં વૃધ્ધા કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું હતું. જેથી વૃધ્ધા અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.

માણસા તાલુકાના ચડાસણા ગામમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં 6 વર્ષીય બાળક અને 40 વર્ષીય પિતાનો સમાવેશ થાય છે. દહેગામ તાલુકાના હાલીસા ગામમાં અગાઉ એસઆરપી જવાન પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારમાં વધુ બે કેસ સામે આવ્યા છે.

ખાસ ધ્યાનમાં રાખવાની સૂચનાઓ 

  • કામ વગર બહાર ફરવું નહિ
  • કેસ આવતા પોલીસ વધુ કડક થશે, દંડાવાળી પણ થઇ શકે
  • ચાર રસ્તે ટોળા જમાવીને બેસવું નહીં
  • સોસાયટીમાં ભેગા થઇ ગપ્પા ન મારવા,
  • પોલીસનું કડક પેટ્રોલિંગ, જો પકડાઈ ગયા તો ફોજદારી કેસ
  • સવારે 10 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવી
  • બહાર જાવ તો માસ્ક બાંધીને જ જવું
  • ઘરમાં રહો સલામત રહો