ગાંધીનગર જિલ્લો રેડ ઝોનમાં, 3 મે પછી પણ કલોલને રાહત નહીં મળે

કલોલ : કેન્દ્ર સરકારે આજે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન મુજબ જિલ્લાઓની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગાંધીનગર જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં થાય છે. આ સંજોગો જોતાં કલોલમાં 3 મે પછી પણ રાહત નહીં મળે. આ ઉપરાંત કલોલ શહેર અને તાલુકાને આજથી કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં  આવ્યી છે જેનો અમલ 15 મે સુધી કરવાનો રહેશે.

અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર રેડ ઝોનમાં,રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.

રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે.