કલોલમાં સેવાભાવી સંસ્થા દ્વારા હોમગાર્ડ જવાનોનું સન્માન કરાયું

કોરોના મહામારી દરમ્યાન અનેક લોકો પોતાના જીવના જોખમે કોરોના સામે લડી રહ્યા છે. કલોલમાં પણ પરિવર્તન પરિષદ નામની સેવાભાવી સંસ્થા દ્વારા શહેરમાં ફરજ બજાવતાં હોમગાર્ડના જવાનોનું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.આ હોમગાર્ડના જવાનો દિવસ કે રાત જોયા વગર સતત ખડેપગે રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં તેમનું સન્માન કરવાનું સરાહનીય કામ થયું છે.

આ અંગે સંસ્થાના પ્રમુખ કમલેશ શેરકરે જણાવ્યું હતું કે પરિવર્તન પરીષદ દ્વારા  કોરોના યોદ્ધાઓ જેવા કે હોમગાર્ડ જવાનોને દિલથી સલામ કરું છું કે તેઓએ દિવસ રાત ખડે પગે સેવા આપી છે તે બદલ તમામ કલોલ તાલુકાના હોમગાર્ડ જવાનોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.