ગુરુપૂર્ણિમાએ ગુરુકુળ સોસાયટીમાં અનોખો ગૃહ પ્રવેશ

મોડાસા ખાતે આવેલ ગુરુકુલ સોસાયટીમાં ગુરુપૂર્ણિમાના  દિવસે નવીન મકાનમાં અનોખી રીતે ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. મોડાસા પુરવઠામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ  સોલંકીએ તેમના ગુરુકુળ ખાતેના નવીન મકાનનમાં ગૃહ પ્રવેશ વખતે હાલ ચાલતી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદાઈ પૂર્વક ઉજવણી કરી હતી.

જેમાં વાસ્તુ પૂજનને બદલે  ગુરુકુળ સોસાયટીમાં  અરડૂસી અને શ્યામ તુલસીના ઔષધીય છોડ આપીને કોરોનાના સંક્રમણને અટવાવવા માટેના પ્રયાસ કરી રહીશોને  તેના ઉકાળા વગેરે પીવા સમજાવ્યા હતા.આ પ્રસંગે મોડાસા ફોરેસ્ટ ઓફિસર હાર્દિક પટેલ અને જે.જે.કે.એમ.ના પ્રમુખ ડૉ.એચ.કે.સોલંકીએ આ નવીન અભિગમને આવકારીને  ” ઘેર ઘેર અરડૂસીને તુલસી વાવો, કોરોનાની મહામારીને અટકાવો.” એ સૂત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.