કોરોના કહેર ! રાજ્યમાં 24 કલાકમાં 30 મોત, કુલ કેસ 12,539ને પાર 

લોકડાઉન પાર્ટ-૪માં છૂટછાટ અપાતાં ગુજરાતમાં ધીરે ધીરે જનજીવન રાબેતા મુજબ થતુ જાય છે. જોકે, અમદાવાદ, સુરત સહિત શહેરોમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હજુય કોઇ રાહત આપવામાં આવી નથી.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૭૧ કેસો નોંધાયા હતાં. છેલ્લાં દસથી વધુ દિવસોથી અમદાવાદમાં ૨૫૦થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે.શહેરમાં દસ રેડઝોનમાં હજુય કેસો ઓછા થયાં નથી.સતત વધતાં કેસોને કારણે અમદાવાદમાં કુલ કેસોનો આકડો હવે ૧૦ હજારને પાર કરી જશે કેમ કે,અત્યાર સુધી ૯૨૧૬ કેસો નોંધાઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં વધુ ૩૯૮ કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત તો છેકે,અમદાવાદ ઉપરાંત ૧૮ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા હતાં. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૨૫૩૯ સુધી પહોંચી ચૂક્યો છે.રાજ્યમાં રોજ કોરોનાથી સરેરાશ ૨૦ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.