કલોલને બીજું પીરાણા કોઈ હિસાબે નહીં બનવા દઈએ : નગરવાસીઓનો હુંકાર

કલોલ : અમદાવાદમાં વિશાલા બ્રિજ પછી નારોલ જતા એક પીરાણા ડમ્પ સાઈટ આવેલ છે. આ ડમ્પ સાઈટ એટલે જ્યાં  માણસથી માંડીને જાનવરોના મળમૂત્ર, એંઠવાડો, કચરો, બાયોમેડિકલ વેસ્ટ, કંપનીઓનો કચરો, ગટરનો કચરો અને અન્ય  અનેક જાતના હાનિકારક પ્રદૂષકો ભેગું કરવાનું સ્થાન.

અમદાવાદની આ સ્થળ હાલ નરક કરતાં ભૂંડી હાલત છે. ત્યાં કોઈ રહેવા તૈયાર નથી કે ના પસાર થવા તૈયાર છે.અહીં પ્રદુષણ અને હાનિકારક વાયુઓ નીકળે છે તે ભલભલા સાજા માણસને બીમાર પાડી દે તેવી સ્થિતિ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેને હટાવવા આદેશ આપ્યો છે પરંતુ રાજ્યની સરકાર હટાવી શકી નથી. હવે આવી જ અદ્દલ ડંપિંગ સાઈટ કલોલમાં ભાજપ સરકારની મહેરબાનીથી બની રહી છે.

કલોલ ખાતે પંચવટી વિસ્તારને અડીને આવેલ કલોલ-પલસાણા રોડ પર સ્વામીનારાયણ ગુરુકુળ પાછળ ડંપિંગ સાઈટને લોકડાઉનનો લાભ લઈને રાતોરાત મંજૂરી આપી દેવામાં આવી છે. આ ડંપિંગ સાઈટને કારણે પંચવટી જ નહીં પરંતુ કલોલ શહેરને નુકશાન થવાની શક્યતા છે. ડંપિંગ સાઈટ બનવાથી કલોલ શહેર ગંદુ ગોબરું બની જશે તેવો રહીશોને ડર છે.

આ ડંપિંગ સાઈટમાં ફકત કલોલ જ નહિ પરંતુ આજુબાજુના અન્ય શહેરો જેવા કે કડી,બોપલ, ગાંધીનગર  તેમજ અમદાવાદમાંથી પણ કચરો આવવાની સંભાવના છે. આ બાબતે પંચવટી વિસ્તારના જાગૃત નાગરિકોએ ડંપ સાઈટનો વિરોધ કરવાનું બીડું ઉપાડ્યું છે.

આ મુદ્દે થઈને રહીશોએ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુધી રજૂઆત કરી છે છતાં આ બંને નેતાઓએ સંતોષકારક જવાબ આપ્યો નથી તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત કલોલ નગરપાલિકા પણ ભાજપની હોવાથી તેઓએ શહેરના નાગરિકોના આરોગ્યનો વિચાર કર્યા વગર પોતાની જમીન  ફાળવી આપી છે.

આ સાઈટ અગાઉ પેથાપુરમાં સૂચિત કરવામાં આવી હતી. જોકે પેથાપુરમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા તેમજ ભાજપ શાશિત નગરપાલિકાના સભ્યોએ સંયુક્ત વિરોધ નોંધાવતા સાઈટ કલોલને માથે મારવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીના જણાવ્યાં અનુસાર વર્ષોથી આ વિસ્તારમાં લોકો ભાજપને વોટ આપી સત્તામાં બેસાડતા આવ્યા છે પરંતુ હવે તે જ નેતાઓને અમારા જીવનની કોઈ કિંમત સમજાઈ નથી રહી. વોટ માટે દોડ્યા આવતા નેતાઓ હવે પોતાની જવાબદારી આવી તો ભાગી રહયા છે.

કચરાથી શું થઇ શકે નુકશાન ??

  • પ્રદુષણથી થતો રોગ ક્રૉનિક રેસ્પિરેટરી પલ્મનરી ડિસીઝ જે ફેફસાના કોષોને તોડી નાખે છે.
  • ફેફસામાં આવેલી નાની હવા નલિકાઓ તેને નુકસાન થવાને કારણે એમ્ફિસમા અને બ્રોન્કાઇટીસ જેવા રોગો થાય છે જે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (સીઓપીડી) કેટેગરી હેઠળ આવતા મુખ્ય રોગો છે.
  • ડંપિંગ સાઈટમાં રહેલો કચરો પાણીની લાઈન મારફતે અમુક વખતે ભૂગર્ભ  સુધી પહોંચે છે પીવાલાયક પાણી પ્રદુષિત થઇ જાય છે
  • ડંપિંગ સાઈટ ખાતે ઠાલવવામાં આવેલા ઘન કચરો પાણીમાં સરળતાથી ભળી જાય એવા ઝેરી તત્વો જેવા કે,પ્લાસ્ટિસાઈઝર્સ,એન્ટિ ઓકસીડન્ટસ,કલોરિનેટેડ ફિનોલ જેવા ઝેરી સંયોજનો ધરાવે છે.
  • આ ઉપરાંત કેમિકલ તેમજ બાયોમેડિકલ વેસ્ટનું જોખમ છે. આ કચરો મિથેન જેવા ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે જેથી શરીરમાં ગંભીર  શક્યતા રહેલી છે.

 

કલોલ શહેરનાં તમામ સમાચાર વાંચવા માટે લાઈક કરો – અહીં ક્લિક કરી જોડાવ ફેસબુક પેજ સાથે