કોરોનાનો હાહાકાર : ચીનમાં મૃત્યુઆંક વધીને 1523ને પાર

કોરોના વાયરસને કારણે ચીનમાં વિનાશ સર્જાયો છે. આ રોગથી મૃત્યુઆંક વધીને 1523 થયો છે. શુક્રવારે ચીનમાં આ રોગને કારણે 143 લોકોનાં મોત થયાં છે.

કોરોના વાયરસનું કેન્દ્ર ગણાતા હુબેઇ પ્રાંતમાં, આ રોગમાં 2420 નવા લોકોનો ભોગ બન્યો છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે હુબેઇ પ્રાંતમાં આ રોગને કારણે 139 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે હેનાનમાં આ વાયરસને કારણે 2 લોકોનાં મોત નીપજ્યાં છે.

બેઇજિંગમાં આ રોગને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ચોંગકિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ રીતે, ફક્ત શુક્રવારે 143 લોકોનાં મોત થયાં, જ્યારે કુલ મૃત્યુઆંક 1523 પર પહોંચી ગયો છે.

મૃતકો અને ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખીને નેપાળ, ભૂટાન અને ચીનની બોર્ડર પર તહેનાત આઈટીબીપી અને એસએસબી જવાનોને વધારે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.