COVID 19 Highlights : દેશમાં કુલ 3000 કેસ, વિશ્વમાં 60,000નાં મોત

ગુજરાતની શું છે સ્થિતિ ?

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 105 થઈ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા

નવા કેસ આવ્યા છે તેમાં ભાવનગર 2, ગાંધીનગર 2, અમદાવાદમાં 5 અને પાટણમાં 1 કેસ નવો નોંધાયો

ભારત અપડેટ્સ

કોરોના મહામારીથી દેશમાં સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી 3000થી વધારે લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 86નાં મોત નીપજ્યા છે.
દીલ્હીના ગંગારામ હોસ્પિટલમાં 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે
આઈસીએમઆરે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ના નિદાન માટે 182 લેબોરેટરી કાર્યાન્વિત થઈ
છેલ્લા બે દિવસમાં તબલિગી જમાતના 647 કેસ નોંધાયા છે, જેમને ક્વોરન્ટાઈન કરાયા
દેશમાં કોરોનાના કેસોની બાબતમાં મહારાષ્ટ્રમાં જ્યારે મૃત્યુની બાબતમાં ગુજરાતની સ્થિતિ સૌથી ગંભીર


વિશ્વમાં ક્યાં કેટલા કેસ, જાણો

અમેરિકામાં કોરોના વાઈરસના 2.77 લાખ કેસ, છતા નેશનલ લોકડાઉનનો આદેશ નહીં
બ્રિટનમાં 24 કલાકમાં 684ના અને ન્યૂયોર્કમાં 562 લોકોના મોત
અમેરિકામાં 2.77 લાખ કેસ, 7402 લોકોએ જીવ ગુમાવ્યો
બ્રિટનમાં 24 કલાકમાં 684 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે મૃત્યુઆંક 3605 થયો
ન્યૂયોર્કમાં ત્રણ દિવસમાં મૃતકોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસએ શુક્રવારે કહ્યું કે કોરોના સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધીમાં 14 લાખ લોકોની તપાસ થઈ ચૂકી છે.