કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ સુવિધાસભર બનાવવા માંગ

Share Thisકલોલ શહેરની મધ્યમાં આવેલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પરથી દૈનિક હજારો મુસાફરો આવન જાવન કરે છે. જોકે અહીં તંત્ર દ્વારા કોઈપણ જાતની સુવિધાઓ મળી નથી રહી. ગરમીમાં મુસાફરો બહાર તડકે શેકાય છે જ્યારે ચોમાસામાં મુસાફરો પલળે છે.આ ઉપરાંત અનેકે અગવડો મુસાફરો વેઠી રહ્યા છે.

કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડથી અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ તેમજ રાજસ્થાન તરફ હજારો મુસાફરો આવનજાવન કરે છે. મોટી સંખ્યામાં મુસાફરો આવનજાવન કરતા હોવા છતાં અહીં એક જાહેર મુતરડી કે શૌચાલયની સગવડ તંત્ર નથી ઉભું કરી રહયું. આ કારણે મુસાફરોને ભારે હાડમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ઘણી તકલીફો પડી રહી છે. અહીં મુસાફરી કરતા મુસાફરોએ તાત્કાલિક યોગ્ય સુવિધા ઉભી કરવા માંગ કરી છે.


Share This
Previous Article