રોષ : કલોલ વેપારી મથક હોવા છતાં લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ કેમ નહી ?

Share This
ગુજરાતની સાથે સાથે કલોલનો પણ વિકાસ થઇ રહ્યો ત્યારે કલોલ શહેર પણ તેની વ્યાજબી માંગણીઓ વર્ષોથી કરતુ આવ્યું છે પણ જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ કોશિશ કરવામાં આવી નથી. કલોલ એક ઔધોગિક નગર તરીકે વિકસી રહ્યું છે, છત્રાલ તેમજ કલોલ જીઆઈડીસીમા ઘણી બધી ફેકટરીઓ આવેલી છે તેમજ બજારનો પણ સારા પ્રમાણમાં વિકસ્યું છે ત્યારે યોગ્ય પરિવહનની સેવા મળે તેવી શહેરવાસીઓની મંગની છે.

કલોલમાં વેપાર ધંધા માટે દુર દુરથી લોકો આવ્યાં છે ત્યારે રેલ્વે હાલના સમયમાં સૌથી સુરક્ષિત અને સસ્તો પરિવહન વિકલ્પ છે. કલોલ એક જંકશન હોવા છતાં અહી લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી જેને કારણે મુસાફરોને છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. ઉલ્લેખનીય છે કે કલોલ અને આજુબાજુનાં ગામડાઓમાં ૩ લાખથી પણ વાશુ વસ્તી વસવાટ કરે છે છતાં વર્ષોથી કલોલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતું નથી.શહેરમાં નવજીવન રોડ, મહેન્દ્ર મિલ રોડ, પાલિકા બજાર, સ્ટેશન રોડ પરનાં વેપારીઓએ ધંધા અર્થે દિલ્હી – મુંબઈ જતી ટ્રેનો કલોલ રેલ્વે સ્ટેશન રોકાય તેવી માંગ કરી ચુક્યા છે જો કે તેઓની વાત પણ પ્રશાસનને સાંભળી નથી. અધૂરામાં પૂરું અમદાવાદ – મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રીફીકેશનનું કામ ચાલુ હોઅવથી તે ટ્રેનો પણ બંધ કરી દેવાતાં આજુબાજુનાં ગામડાનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કલોલમાં રેલવેનાં ગેજ પરિવર્તન કામમાં ભારે વિલંબ, જનતા પરેશાન

કલોલને વધુ એક નવું પોલીસ સ્ટેશન કયારે મળશે, ત્રણ વર્ષ અગાઉ કરાઈ છે જાહેરાત 

Share This
Previous Article
Next Article