MLA બળદેવજી ઠાકોરે ટાવરચોકમાં વોર્ડ નંબર 7નાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

Share This



કલોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પુરજોશમાં પ્રચાર શરુ કરી દીધો છે. શહેરના તમામ વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરીને ત્યાં બેઠકોનો દોર શરુ કરી દેવાયો છે. ગઈકાલે વોર્ડ નંબર 7ના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરાઈ હતી.

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વોર્ડ નંબર 7ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભારે સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. વોર્ડ નંબર 7માં કોંગ્રેસમાંથી મયુરભાઈ બ્રહ્મભટ્ટ,રાજેશભાઈ ગાંધી,રોશન બેન ઘાંચી અને વિમળાબેન ઠાકોરને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે.



આ ઉપરાંત રેલવે પાછળના વોર્ડ નંબર 5માં પણ ગઈકાલે મધ્યસ્થ કાર્યાલય શરુ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 5માં કોંગ્રેસમાંથી અંજલીબેન મકવાણા,ચંદ્રિકાબેન પટેલ,પ્રકાશભાઈ કટારીયા અને મહેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમદવારોબને મળી રહેલ વ્યાપક પ્રતિસાદને પગલે અપસેટ સર્જાઈ શકે છે તેમ જાણકારો માની રહ્યા છે.



કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી

બળદેવજી ઠાકોરનાં પત્ર બાદ કલોલ નગરપાલિકાએ ઓવરબ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું

Share This
Previous Article
Next Article