
કલોલ પોલીસે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાં દારૂ પકડ્યો
કલોલ અને આસપાસના પંથકમાં છૂટથી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસે હાઇવે પર એક લક્ઝરી બસમાં દારૂ પકડ્યો છે. પોલીસે આ લક્ઝરી બસમાંથી 33,000 રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે તેમજ બસના ડ્રાઈવર તેમજ કંડકટરની ધરપકડ કરી હતી.
આ બસ રાજસ્થાનના નાગૌરથી આવી રહેલ હતી. આ ડ્રાઈવર અને કંડકટરને દારૂની ખેપ માટે રૂ.500નું કમિશન આપવામાં આવતું હતું. કલોલ હાઇવે પર મળેલ બાતમીને આધારે એલસીબીએ વોચ ગોઠવીને દારૂ ભરેલ લક્ઝરી પકડી પાડી હતી. આ બસમાંથી રૂ.33 હજારની કિંમતની 95 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે લક્ઝરી, મોબાઈલ સહીત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કલોલ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર,વાંચો લિસ્ટ
કલોલ નગરપાલિકાનાં ભાજપનાં ઉમેદવારો જાહેર,વાંચો કોણ કપાયું
કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી