
કલોલ તાલુકા પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ મળી,વાંચો
કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષોએ ફોર્મ ભરી દીધા હતા.જોકે કોંગ્રેસે છેક છેલ્લે સુધી ઉમેદવારો જાહેર કર્યા નહોતા.જોકે 13 તારીખે બપોર બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.
કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિએ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે ભોયણ મોટી,હાજીપુર,નાસ્મેદ,પિયજ,બોરીસણા, છત્રાલ,પલિયડ, પાનસર,ધમાસણા,સઈજ,પલસાણા સહીતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસે આ વખતે પણ નવા ચહેરાઓને તક આપી છે. ગતટર્મમાં કોંગ્રેસે ભાજપને સજ્જડ હાર આપી હતી.એ વખતે તે પરિણામ રિપીટ થશે કે નહિ તે જોવું ઘણું રસપ્રદ રહેશે.