
કલોલમાં પક્ષ માટે મહેનત કરનારને જ ભાજપે કાપ્યાં,આતંરિક અસંતોષ વધ્યો
કલોલ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.જોકે ભાજપે પાયાના કાર્યકરો તેમજ જુના કોર્પોરેટરોને ટિકિટ ના આપતા મોટો ડખો સર્જાયો છે. કલોલ ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં દિગ્ગ્જ ઉમેદવારો અને હોદ્દેદારોના પત્તા કપાઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ બે પ્રમુખો આનંદીબેન પટેલ તેમજ યુવા નેતા એવા લવ બારોટની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપ એકબાજુ યુવાઓને આગળ લાવવાની વાત કરે છે તેવા સંજોગોમાં લવ બારોટને ટિકિટ ના મળતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે.
આ ઉપરાંત ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાઈ રહેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુનિલ મેસરીયાની પણ ટિકિટ કપાઈ છે. સુનિલ મેસરીયાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં ભાજપ વિરુદ્ધ રોષની લાગણી છે. રેલવે પૂર્વના અમુક વોટ્સએપ ગ્રુપોમાં આ અંગે બળાપો ઠાલવવામાં પણ આવ્યો હતો. બીજી તરફ આ વખતે ભાજપે ટ્રામ મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.
ભાજપમાંથી અન્ય દિગ્ગ્જ્જો એવા પૂનમ પટેલ, યશવંતસિંહ રાઠોડ,મનોજ પટેલ, ધાત્રીબેન વ્યાસ વગેરે જેવા જુના જોગીઓની ટિકિટ કપાઈ ગઈ છે. બીજી તરફ ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં આંટો મારી ચૂકેલ તિમિર જયસ્વાલને ટિકિટ આપવામાં આવી છે. આમ ટિકિટની વહેંચણીમાં અસંતોષ વધવાને કારણે કોંગ્રેસને લાભ થાય તેવી શક્યતા છે.
ભાજપનાં ઉમેદવારોની યાદી