કલોલમાં ચૂંટણીઓ આવે છે પણ રોડ,ટ્રાફિકજામ,ગંદકીની સમસ્યા યથાવત

Share Thisકલોલ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીઓ આવતા નેતાઓ પ્રચાર પ્રસાર કરવા તરત આવી જશે પરંતુ પ્રજાના પ્રાણપ્રશ્નો તરફ કોઈ દિવસ ધ્યાન આપવામાં આવ્યું નથી. કલોલ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે. જોકે સત્તામાં હોવા છતાં ભાજપના કાઉન્સિલરો પોતાના વોર્ડમાં પણ સારા કામ નથી કરાવી શકતા તો શહેરમાં શું કરી શકશે તેવું પ્રજા જણાવી રહી છે.

શહેરમાં દર પાંચ વર્ષે નગરપાલિકાની ચૂંટણી આવતી હોય છે. વોટ લઈને ગાયબ થઇ જતા નગરપાલિકાના નેતાઓ પછી ડોકાતા હોતા નથી. શહેરમાં રોડ-રસ્તા, ગટર-પાણી, ટ્રાફિકજામ,ગંદકી જેવા પ્રશ્નોના ઉકેલ મામલે કલોલ નગરપાલિકા સંદતર નિષ્ફ્ળ નીવડી છે. કલોલમાં એક વખત રોડ બન્યા પછી તે થોડા સમયમાં તૂટી જતા હોય છે. રેલવે પાછળના રસ્તાઓની હાલત તો વધુ ખરાબ થઇ ગઈ છે.બજારમાં વિસ્તારમાં આવેલ વેપારીજિન રોડ, સ્ટેશન રોડ કે નવજીવન રોડ આ તમામ રોડ પર મસમોટા ખાડા અને ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અમુક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈને બહાર આવી રહ્યા છે. બીજી તરફ અહીંયા ગંદકી કરવી નહિ તેવા લખાણ નીચે પણ કચરાના ઢગલા જોવા મળે છે.

જાહેર શૌચાલયોને અભાવે લોકો જાહેરમાં પેશાબ કરીને ગંદકી કરતા હોય છે. સત્તાધીશોએ આ બાબતે કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી. કલોલના રેલવે અન્ડરબ્રિજ આગળ રિક્ષાચાલકોનો ત્રાસ હોવા છતાં ત્યાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં કલોલના મતદારો ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારોને સબક શીખવી શકે છે.


Share This
Previous Article
Next Article