
કલોલ શહેરના રસ્તાઓ મંગળ ગ્રહની જમીન જેવા બન્યા
કલોલ શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે પરંતું નગરપાલિકા નાગરિકોને યોગ્ય સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. ક્યાંક ભયંકર ગંદકી છે તો ક્યાંક રોડ તૂટેલા છે તો ક્યાંક ગટરો ઉભરાઈ રહી છે. આટઆટલી સમસ્યાઓ હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું. ચૂંટણી આવતા દેખાડો કરવા નીકળી પડતા નેતાઓ અને કાઉન્સિલરો પણ આ વખતે જોવા મળ્યા નથી.
કલોલના બજાર વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, રોડ રસ્તા બીસ્માર થઇ ગયા છે. જાણે રોડ નહીં પણ મંગળ ગ્રહના ખાડા હોય તેમ લાગી રહ્યું છે.બજાર વિસ્તારમાં આવેલ મંગળ ગિરધર પ્રેસથી ટેલિફોન એક્સચેન્જ વાળા રોડ પર બનવેલ બમ્પ તૂટીને ત્યાં ખાડા પડી ગયા છે. ત્યાંથી જ વેપારીજીનમાં જવાનો રોડ પણ ઉબડખાબડ થઇ ગયો છે. વધારામાં પૂરું આ બંને રોડ પર પાર્કિંગને કારણે ઘણો ટ્રાફિક સર્જાય છે.
કલોલમાં રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યાલય શરુ કરાયું
રેલવે પૂર્વ તેમજ મટવાકુવાથી સિંદબાદ જેવા વિસ્તારોમાં તો ઘણા સમયથી ઉબડખાબડ રોડની સમસ્યા રહી છે. આ બંને વિસ્તારો તરફ તો ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેમ રહીશો માની રહ્યા છે. સત્તાધીશો આડે દિવસે તો નહીં પરંતુ કમ સે કમ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રસ્તા રીપેર કરાવે તેવો લોકો કટાક્ષ કરી રહ્યા છે.
વીમા યોજના દવાખાના રોડ પર ગટર તૂટી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી