30 કરોડની મિલ્કતોના કેસમાં પકડાયેલ વિરમ દેસાઈનું કલોલ કનેક્શન

Share This

ગુજરાત સરકાર ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાતો કરે છે પણ તેમની શેહ નીચે જ મસમોટા કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યા છે. ગુજરાત એસીબીએ નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી 11 વૈભવી કાર,11 દુકાનો કરોડોના પ્લોટ સહિત કુલ 33.47 કરોડની બેનામી મિલ્કતો પકડી છે. એસીબીના ઇતિહાસમાં સરકારી કર્મચારી પાસેથી આટલી મોટી કરોડોની માતબરની અપ્રાણસર મિલકત પકડાવાનો આ પ્રથમ કેસ હોવાનું મનાઈ રહ્યું છે.શું છે કલોલ કનેક્શન ?

આ કેસમાં પકડાયેલ નિવૃત નાયબ મામલતદાર કલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હતા. વિરમ દેસાઇની નોકરીમાં 15 વર્ષ દરમિયાન રૂ. 5 કરોડની રોકડ રકમ તેમના જુદા જુદા બેન્ક એકાઉન્ટોમાં જમા કરેલ હતી. વિરમ દેસાઈએ રાજકીય વગ વાપરીને મલાઈ ખાવા મળે તેમજ સૌથી વધુ નાણાં મળી રહે તે માટે ગાંધીનગના કલોલ ઉપર પસંદગી ઉતારી હતી.

આટલા વર્ષોમાં કલોલની જનતા કેટલી બધી લૂંટાઈ હશે તેનો હિસાબ માંડવો અશક્ય છે.નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પ્રથમ ગાંધીનગરમાં નોકરી કરતા હતા ત્યારે બિલ્જરો સાથે મળીને વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હતો.વર્ષો સુધી ગુજરાત મહેસુલ વિભાગના મંડળ પ્રમુખ તરીકે રહીને હોદ્દાનો દુર ઉપયોગ કરીને કરોડોની અઢળક જમીનો લીધી હતી.

કલોલમાં રેલવેનાં ગેજ પરિવર્તન કામમાં ભારે વિલંબ, જનતા પરેશાન

Share This
Previous Article
Next Article