કલોલમાં રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યાલય શરુ કરાયું

Share Thisઅયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ માટે રામ ભક્તોનો સહયોગ લેવામાં આવશે. જેના અનુક્રમે કલોલ ખાતે પણ રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યાલય શરુ કરવામાં આવ્યું છે. નવજીવન શોપિંગ સેન્ટરમાં જતીન જનરલ સ્ટોર ખાતે આ કાર્યાલય શરુ કરાયું હતું.

કલોલ કોંગ્રેસે નગરપાલિકાની ચૂંટણીને લઈને કમર કસી,ઠેર ઠેર બેઠકોનું આયોજન

આ પ્રસંગે કલોલ અને આજુબાજુના મંદિરોના મહંત અને સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ગામડા અને શહેરોમાં ચાલી રહેલા આ અભિયાનમાં મંદિરના સ્વૈચ્છિક નિર્માણ માટે ભક્તો દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સ્વીકારવામાં આવશે. આ માટે 10, 100 અને 1000 રૂપિયાની કુપન્સ મળશે. ભગવાનના દિવ્ય મંદિરની તસવીર લાખો ઘરોમાં પણ મોકલવામાં આવશે.Share This
Previous Article
Next Article

One Reply to “કલોલમાં રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યાલય શરુ કરાયું”

Comments are closed.