
કલોલમાં રેલવેનાં ગેજ પરિવર્તન કામમાં ભારે વિલંબ, જનતા પરેશાન
ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર અને ઔધોગિક નગર તરીકે જાણીતા કલોલનો વિકાસ ચારેબાજુ થઇ રહ્યો છે ત્યારે કેટલીક સુવિધાઓ પણ કલોલ શહેર માંગી રહ્યું છે. કલોલમાં ઉદ્યોગ – ધંધા તેમજ અભ્યાસ માટે બહારગામથી રોજના હજારો વિદ્યાર્થીઓ આવ છે ત્યારે જાહેર પરિવહનની યોગ્ય વ્યવસ્થા થાય તે જરૂરી છે.
કલોલ શહેર મુંબઈ – દિલ્હી મુખ્ય રેલ્વે લાઈન પર આવેલું છે. વર્ષ અગાઉ અમદાવાદ – મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તન અને વિદ્યુતીકરણનું કામકાજ ચાલી રહ્યું છે. જનતાની સગવડ માટે સરકાર દ્વારા આ કામકાજ થઇ રહ્યું છે તે ચોક્કસ આવકારવાદાયક છે પરંતુ આ કામમાં થઇ રહેલા અસહ્ય વિલંબને કારણે શહેર અને તાલુકાની જનતા ખુબ જ પરેશાની ભોગવી રહી છે.
કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ
બ્લાસ્ટ મામલે બળદેવજી ઠાકોરે CM રૂપાણીને પત્ર લખી કડક પગલાં ભરવા કરી માંગ
વેપાર – ધંધા અને ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવતાં લોકોએ ટ્રેનનાં અભાવે ખાનગી સાધનોમાં ડબલ ભાડું ખર્ચીને જવું પડે છે. આ ઉપરાંત મીટર ગેજ ટ્રેન કે જે અમદાવાદ – મહેસાણા વચ્ચે ચાલતી હતી જે ફક્ત કલોલથી ૧૦ રૂપિયામાં મહેસાણા પહોંચાડી દેતી હતી તેને લીધે ગરીબવર્ગને પણ ઘણો ફાયદો થતો હતો.
જો કે આ ટ્રેન બંધ કરીને ગેજ પરિવર્તનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે પણ એકદમ મંથર ગતિથી ચાલી રહેલા કામને કારણે કલોલની જનતામાં ભારે રોષ પ્રગટ્યો છે. અમદાવાદ – બહુચરાજી ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે પરંતુ પાટા નાંખવાનું કામ હજુ શરુ કરવામાં આવ્યું નથી ત્યારે જવાબદાર તંત્ર આ કામગીરીમાં ઝડપ લાવે તેવું કલોલવાસીઓનું કહેવું છે.
One Reply to “કલોલમાં રેલવેનાં ગેજ પરિવર્તન કામમાં ભારે વિલંબ, જનતા પરેશાન”
Comments are closed.