કલોલને વધુ એક નવું પોલીસ સ્ટેશન કયારે મળશે, ત્રણ વર્ષ અગાઉ કરાઈ છે જાહેરાત 

Share This

કલોલના વધતા વિકાસને ધ્યાનમાં લઈને રેલવે પાછળ નવું પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી વહીવટી તંત્રે નવા પોલીસ સ્ટેશનના બાંધકામ  માટે કામ હાથ પર લીધું નથી.કલોલ શહેરનો દિનપ્રતિદિન વિકાસ થતો જાય છે તેમજ વસ્તી વધારો પણ થઇ રહ્યો છે જેના અનુસંધાનમાં અઢી વર્ષ અગાઉ વિદાય લેતા ગાંધીનગર SP એ મહત્વનો નિર્ણય કરીને કલોલ શહેર પોલીસ સ્ટેશનનાં બે ભાગ કરવાનું નક્કી કર્યું હતું. હાલ કલોલમાં માત્રે એક પોલીસ સ્ટેશન છે જે શહેર પોલીસ સ્ટેશન તરીકે ઓળખાય છે. હવે બે ભાગ પાડીને પશ્ચિમ પોલીસ સ્ટેશન અને રેલ્વે પૂર્વ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગર જીલ્લાની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને બીજા નવ નવા પોલીસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કલોલ તાલુકા પોલીસ સ્ટેશનનાં અમુક ગામોને નારદીપુર પોલીસ સ્ટેશનમાં સમાવવામાં આવશે.

કલોલમાં પાલિકા બજાર અગાઉ આ વિસ્તાર હતો ખરીદી માટે સૌથી બેસ્ટ 

કલોલ સિવિલ બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં 

છેલ્લા કેટલાક સમયથી રેલ્વે પૂર્વ વિભાગનો જબરદસ્ત વિકાસ થઇ રહ્યો ત્યારે અહી પોલીસ સ્ટેશનની તાતી જરૂરિયાત હોઈ રહીશો માંગ કરી રહ્યા હતા જોકે હજુ તેના માટેની કામગીરી શરુ કરાઈ નથી.

ગાર્ડનસિટી બ્લાસ્ટ કેસનું ફિંડલું વળી ગયું ? કેટલે પહોંચી તપાસ ?

Share This
Previous Article
Next Article

One Reply to “કલોલને વધુ એક નવું પોલીસ સ્ટેશન કયારે મળશે, ત્રણ વર્ષ અગાઉ કરાઈ છે જાહેરાત ”

Comments are closed.