What will be the problem with WhatsApp's new policy? Read on

વોટ્સએપની નવી પોલિસીથી તમને શું સમસ્યા થશે ? વાંચો

Share This

5 જાન્યુઆરીથી વોટ્સએપે યુઝર્સને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચનામાં, વપરાશકર્તાઓએ ‘ટર્મ ઓફ પોલિસી’ અને ‘પ્રાઇવેસી પોલિસી’ સ્વીકારવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. જો આ શરતો સંમત ન થાય તો 1 મહિના પછી Whatsapp તમારું એકાઉન્ટ જાતે જ ડિલીટ કરી નાખશે.

1. શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સે નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.તેમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

2. વ્હોટ્સએપે આ નિર્ણય શા માટે લીધો?
આ પોલિસી લાગુ કર્યા બાદ વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે. અર્થાત કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે. નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. અર્થાત વ્હોટ્સએપ પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરી પૈસા કમાવી શકે છે.

3. યુઝર પર પોલિસીની શું અસર થશે?
આ નક્કી થઈ ગયું છે કે જો તમે વોટ્સએપ યુઝ કરો છો તો આ પોલિસી અગ્રી કરવી પડશે. એટલે કે ના ઇચ્છતા પણ તમારે વ્હોટ્સએપની પ્રાઈવસી કંપનીને શેર કરવી પડશે. વ્હોટ્સએપ તમારા ડેટા પર નજર રાખશે અને તમારી પ્રાઈવસી નહિ રહે. આ વાતને સમજીએ…

જાહેરાતો ખર્ચા પરથી નક્કી થશે: વ્હોટ્સએપ તમારી બેંકનું નામ, તેમાં પડેલી રકમ અને ડિલિવરીનું સ્થાન પણ ટ્રેક કરશે. તેનાથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન જાણી જશે. આ ડિટેલથી કંપની તમારું પ્રોફાઈલિંગ કરશે. એટલે કે જો તમે ઈડલી-ડોસા ખાઓ છો તો અમીર નથી. સ્ટારબક્સ જાઓ છો તો તમને મોંઘી કારની જાહેરાત દેખાડવા લાગશે.
IP એડ્રેસ અને લોકેશન પણ ટ્રેસ થશે: વ્હોટ્સએપે ઓપ્શન આપ્યો છે કે યુઝર પોતાના લોકેશન એક્સેસને ડિસેબલ કરી શકે છે. જો કે તેણે એ પણ કહ્યું કે, IP એડ્રેસ અને મોબાઈલ નંબર પરથી અંદાજો આવી જશે કે તમે ક્યાં-ક્યાં જાઓ છો.

ગાર્ડનસિટી બ્લાસ્ટ કેસનું ફિંડલું વળી ગયું ? કેટલે પહોંચી તપાસ ?

સ્ટેટસ પણ સુરક્ષિત નથી: વ્હોટ્સએપ તમારું સ્ટેટસ પણ વાંચશે. તેમાં જોખમ એ છે કે જો તમે લખ્યું, કહો કઈ કાર ખરીદુ? તો ફેસબુક-ઇન્સ્ટામાં તમને કાર અને બાઈકની જાહેરાતો દેખાડશે. આવી જ રીતે તમે લખ્યું કે, ફરવા ક્યાં જવું જોઈએ તો તે તમને સોશિયલ મીડિયા પેજ પર ટૂરની જાહેરાતો દેખાડશે.
કન્ટેન્ટ પર સજેશન અને એનાલિસિસ મળશે: વ્હોટ્સએપ તમારા મિત્રો, ગ્રુપ્સ અને કન્ટેન્ટને સજેશન પણ આપશે. એક પ્રકારે વ્હોટ્સએપ તમારી દરેક વસ્તુઓ પર નજર રાખશે અને તેનું એનાલિસિસ કરશે. ફેસબુક તે જ આધારે તમને શોપિંગ, પ્રોડક્ટની જાહેરાતો દેખાડશે.

કોલ પર પણ નજર હશેઃ કંપનીને ખબર હશે કે તમે કેટલા વ્હોટ્સએપ કોલ કરો છો? કયા ગ્રુપમાં વધારે સક્રિય છો? બ્રોડકાસ્ટ લિસ્ટ કેટલું છે? ફોટો-વીડિયો ફોરવર્ડ કરવા પર સર્વર પર વધારે સમય સ્ટોર રહેશે. તેને ખબર હશે કે કયું કન્ટેન્ટ વધારે ફોરવર્ડ થઈ રહ્યું છે. ફેક ન્યૂઝ ટ્રેક કરવા અને ચૂંટણીઓના સમયે આ જાણકારી મહત્ત્વની રહેશે. બિઝનેસ અકાઉન્ટમાંથી શેર થતા કેટલોગનું એક્સેસ પણ વ્હોટ્સએપની પાસે હશે.4. શું પોલિસીને એક્સેપ્ટ કરવી જોઈએ?
નવી પોલિસીની યુઝરની પ્રાઈવેસી પર ઊંડી અસર થશે. એટલે કે તમે જેવી કંપનીની નવી પોલિસીને અગ્રી કરો છો, તેને પોતાના ડેટાને એક્સેસ કરવાના રાઈટ્સ પણ આપશે. સમસ્યા એ છે કે વ્હોટ્સએપ ચલાવીએ ત્યારે પોલિસીને અગ્રી કરવી જરૂરી છે. કેમ કે 8 ફેબ્રુઆરી બાદ પોલિસી સાથે સહમત થવું પડશે. જો અગ્રી નહિ કરો તો વ્હોટ્સએપ અકાઉન્ટને ડિલીટ કરવું પડશે.

5. કંપનીની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીનું શું થયું?
વ્હોટ્સએપ પોતાની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીમાં એ વાતનો દાવો કરતી હતી કે તમારા મેસેજ, ડેટા તેની પાસે નથી. 8 ફેબ્રુઆરી બાદ તે સમાપ્ત થઈ જશે. કંપનીએ પોતાની આ પોલિસીમાં લખ્યું હતું કે તમારી પ્રાઈવેસી અને સુરક્ષા અમારા માટે સૌથી ઉપર છે, તેથી અમે તમારા માટે એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન ફીચર તૈયાર કર્યું છે.

અભ્યાસુ વ્યક્તિનાં વોટ્સએપ-ફેસબુક પોસ્ટથી સાભારShare This
Previous Article