કલોલ બ્લાસ્ટ કેસમાં શું ખીચડી રંધાઈ રહી છે ? કોણ દોષિત ?

Share Thisકલોલ : કલોલની ગાર્ડનસીટીમાં થયેલ બ્લાસ્ટની તપાસ ક્યાં પહોંચી તેનો કોઈની પાસે જવાબ નથી. ત્રણ-ત્રણ લોકોને ભરખી જનારા આ કાળમુખા બનાવમાં દોષિતોને બચાવવાનો આક્ષેપ કલોલવાસીઓ અને સોસાયટીના લોકો કરી રહ્યા છે.જોકે આ અંગે તંત્રના પેટનું પાણી નથી હાલી રહયું તેમ લાગે છે. બનાવને 15 દિવસ ઉપર થયા હોવા છતાં જવાબદાર અધિકારીઓ અને તંત્ર પાસે બનાવ અંગેની કોઈ વિગતો નથી.પોલીસ,FSL અને ONGCના અધિકારીઓ પણ આ અંગે ફોડ પાડી નથી રહ્યા. બીજી તરફ આ પ્રકારના અનિશ્ચિતતા ભર્યા માહોલમાં જીવવું પંચવટીવાસીઓમાં ભારે થતું જાય છે. વહીવટી તંત્રે સમગ્ર કલોલ શહેર નીચે કેટલી એક્ટિવ તેલ અને ગેસની પાઈપલાઈનને છે તેનો સર્વે કરીને માહિતી જાહેર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં બચવા માટે પગલાં ભરી શકાય.

તમારા ઘરનાં રસોડામાં રહેલ આ વસ્તુઓથી વધારો સેક્સ પાવર

કલોલ તેલ અને ગેસના ભંડારથી સમૃદ્ધ છે, નીચે તેલની નદી વહે છે તેમ પણ કહી શકાય. આ સ્થિતિમાં નાગરિકોમાં સલામતીની ભાવના ઉભી કરવી જરૂરી છે. આ ઉપરાંત હવે પછી જમીનનો યોગ્ય સર્વે કરીને મકાન બાંધવાની મંજૂરી મળે તેવી યોગ્ય જોગવાઈ કરવાની લોકોની માંગ છે.

Share This
Previous Article
Next Article