
કલોલ : ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરદાર બાગમાં કેમ્પ
ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે અત્યારથી જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પતંગરસિયાઓએ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. જેની લપેટમાં આવી નિર્દોષ પક્ષીઓ પતંગની દોરી વડે ઘાયલ થઇને જીવનની દોરી ટૂંકાવી દેતાં હોય છે
ઉત્તરાયણ નિમિતે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ ઉપરાંત ઘાયલ પક્ષીઓને યોગ્ય સારવાર ના મળવાને કારણે તેઓ મોતને ભેટતા હોય છે. હંમેશની માફક આ વખતે પણ કલોલમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં ઘયલ પક્ષીઓને તમારે પહોંચાડવા પડશે ત્યારબાદ સંસ્થા તેની સારવાર કરશે.
દરવખતની માફક કલોલના સરદાર બાગ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલ તથા મૂર્છિત થઇ જમીન કે ધાબા પર પટકાઈને અથવા અન્ય ક્રૉસર ઘાયલ થયેલ પક્ષીઓને આ બર્ડ સેન્ટરમાં મોકલી આપવાના રહેશે. વધુમાં તમે મોબાઈલ નંબર પર કોન્ટેક કરશો તો સંસ્થાના કાર્યકરો તમારે ત્યાંથી પક્ષીઓને લઇ જશે.
ગાર્ડનસિટી બ્લાસ્ટ કેસનું ફિંડલું વળી ગયું ? કેટલે પહોંચી તપાસ ?
ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર માટે આ નંબરો પર કોન્ટેક કરવો :
8490941908 અને 9825213519
સ્થળ : સરદાર બાગ, કલોલ