જાણો કયા મહારાજાને કારણે કલોલનો ઔધોગિક વિકાસ શક્ય બન્યો ?

Share This

કલોલ વર્ષોથી ઔધોગિક નગર તરીકે જાણીતું હતું. અહી મોટી મિલો તેમજ ફેકટરીઓ આવેલી હોવાથી ઘણાં બધા લોકો રોજગારી માટે બહારથી આવીને વસવાટ કરવા લાગ્યા. જો કે તમને જાણ નહી હોય કે કલોલમાં ઔધોગિક વિકાસ માટે કયા મહારાજાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કલોલમાં સૌપ્રથમ બેંક મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી જેનો સીધો ફાયદો કલોલના ઉદ્યોગોને થયો.કલોલમાં સૌપ્રથમ બેંક ૧૯૩૦ માં બની હતી જેનું નામ હતું બરોડા બેંક. બરોડા બેંક વડોદરાનાં પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડે બનાવડાવી હતી. હાલ બરોડા બેંક શહેરનાં સ્ટેશન રોડ પર આવેલી છે.

તમારા ઘરનાં રસોડામાં રહેલ આ વસ્તુઓથી વધારો સેક્સ પાવર

બરોડાનાં રાજા સયાજીરાવ ગાયકવાડે કલોલનાં ઉદ્યોગોને પાયાની સગવડો પૂરી પાડી હતી જેને કારણે કલોલમાં ઉદ્યોગો વિકસ્યા તેમજ નવી કાપડ મિલો શરુ થઇ.મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઉદ્યોગપ્રધાન નીતિને કારણે આજુબાજુમાં ફેકટરીઓ અને મિલો શરુ થઇ જેનો સીધો લાભ કલોલની જનતાને મળ્યો.

કલોલનાં આ સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઇએ, થઇ જશે ટાઈમપાસ

સયાજીરાવ ગાયકવાડ જેમનું સાચું નામ શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ હતું. તેમનો જન્મ ૧૦ માર્ચ ૧૮૬૩ રોજ થયો હતો. તેઓ ૧૮૭૫ થી ૧૯૩૯ સુધી બરોડા રાજ્યના મહારાજા હતા. તેમના શાસન દરમ્યાન રાજ્યમાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ થયાં હતા. તેઓએ વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી હતી.Share This
Previous Article
Next Article