
રેલવે ઓવરબ્રિજની કામગીરી શરુ કરવા બળદેવજી ઠાકોરનો નગરપાલિકાને પત્ર
કલોલ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા રેલવે ઓવરબ્રિજની મંજૂરી મળી ગઈ છે. સરકારે નાણાં પણ ફાળવી દીધા હોવા છતાં હજુ પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી
.આ કારણે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. આ ઓવરબ્રિજનું કામ ઝડપથી શરુ થાય તેમ પણ તેઓએ જણાવ્યું છે.
બીવીએમ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા કાયમનો પ્રશ્ન છે. દરરોજ અહીં ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાય છે તેમજ વાહન ચાલકોને એકબીજા સાથે બોલાચાલી પણ થઇ જતી હોય છે.
One Reply to “રેલવે ઓવરબ્રિજની કામગીરી શરુ કરવા બળદેવજી ઠાકોરનો નગરપાલિકાને પત્ર”
Comments are closed.