
વિધાનસભામાં સ્થાઈ પરામર્શ સમિતિમાં બળદેવજી ઠાકોરની નિમણુંક
ગુજરાત વિધાનસભામાં સ્થાઈ પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બળદેવજી ઠાકોરની સ્થાઈ સમિતિમાં નિમણુંક થતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી તેમજ ટેકેદારોએ શુભેચ્છાઓનો ધોધ વહાવી દીધો હતો.
આ સમિતિમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ અધ્યક્ષ પદે છે. સમિતિમાં પ્રદીપસિંહ જાડેજા,બચુભાઈ ખાબડ,અમિત ચાવડા,અમરીશ ડેર,હિંમતસિંહ પટેલ,વિભાવરી દવે વગેરેની નિમણુંક કરાઈ છે.